રોજ ઉઠી આ એક વિચાર…

રોજ ઉઠી આ એક વિચાર…

આપણે બધાં એવી મોટી મોટી ફાટેલી નોટ છીએ કે કોઈ આપણાં પ્રત્યે જરાં અવળું બોલે તો સ્વાભિમાનને તરત આકરું લાગી આવે છે. એવામાં આ સ્વાભિમાનને ક્યારે પોસવો જોઈએ અને ક્યારે નહીં એનું ભાન ઘણા ઓછાં અને સમજું એવા લોકોને છે.

Continue reading “રોજ ઉઠી આ એક વિચાર…”

Advertisements

પાણીપુરી ખાવાની સ્પર્ધા !

પાણીપુરી ખાવાની સ્પર્ધા !

આપણે અહીંયા ગુજરાતમાં ઘણી જગ્યાઓએ લાડું ખાવાની સ્પર્ધા યોજાય છે. જો સમાચાર જોતાં હોવ કે સામયીક વાંચતાં હોવ તો ખબર હશે આ બધું. ખાલી ફોનમાં ને ફોનમાં લાગી રહેશો તો બાજુની સોસાયટીવાળી રમીલાના લગ્ન પણ થઇ જશે અને એના જમણવારનું જમવાનુંયે રહી જશે. સામાન્ય રીતે આવી સ્પર્ધાઓમાં જીતવાવાળાં ૨૫-૩૦ લાડું ચટ કરી જતા હોય છે. એ તો એમના માટે સામાન્ય થયું, આપણે તો વધીવધીને ૪-૫ ના ખેલાડી. (મારાં પાતળાં શરીરનો થપ્પો ખાવો નહી. તમારાં ભાગના લાડવાં ખાવા માટે પણ સક્ષમ છું.) જામનગર, અમરેલી, રાજકોટ વિગેરે જિલ્લાઓમાં આવી સ્પર્ધાનું આયોજન થયું હોય એવું સમાચારમાં મેં સાંભળ્યું છે ખરું. અને હું તો કહું છું કે આવી નિયમિત સ્પર્ધાઓ યોજવી જ જોઈએ. બાકી આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવું હોય તો કંઈક પરાક્રમ તો બતાવવું જ પડે ને !

Continue reading “પાણીપુરી ખાવાની સ્પર્ધા !”

નાનકડી હતી બારી..

નાનકડી હતી બારી..

નાનકડી હતી બારી
છટકવું પડ્યું ભારી,

વિચાર તો હતો કે ચોઘડિયું જોઈ લઉ
પણ ઘરે પાછા ફરે, એ સૌમાં હું ના હોઉં Continue reading “નાનકડી હતી બારી..”

કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા

“ભાઈ દેખ લેના થોડા. અપની તરફસે થોડા સંભાલ લેના.” આજકાલ મારી કોલેજમાં આ વાક્ય જાણે દરેકની ટેગલાઈન જેવી થઇ ગઈ છે. આ બધું તે આવનારી ચૂંટણીના કારણે છે. મગજનાં કબાટને ખોલીને જોવા પ્રયત્ન ના કરતા કે ‘આ ભાઈ વળી કઈ ચૂંટણી ટપકી પડી.’ તમારે કોઈને ક્યાંય વોટ આપવા જવાનું નથી. અને ખુશ પણ ના થશો કે રજા મળી જશે. ( નથી મળવાની !) આ ચૂંટણીટાણું અમારી કોલેજની ચૂંટણીનું છે. (વિધાનસભાની ચૂંટણી જેવી જ અસલ. તો આ લેખ જરા ગંભીરતાથી વાંચવો !)

Continue reading “કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા”

તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !

‘ગલ્લો’ શબ્દ સાંભળીને મગજમાં તમાકું, ગુટખા, પાન-માવા એવો વિચાર આવવો એ સ્વાભાવિક છે. લોકો પાનની પિચકારીઓ મારતાં હોય અને સિગારેટ ફૂંકતા હોય એવા દ્રશ્યો મનમાં ઉપસી આવે. પણ અહીંયા હું આ પ્રકારનાં ગલ્લાંની વાત નહિ પરંતુ ચા-કોફીની મજા આપનારાં ગલ્લાંની વાત કરું છું. હા ! એ વાત જુદી છે કે એની બાજુમાં જ આ પાન-માવા-ગુટખાની લારી છે, પણ મારે એની સાથે કંઈ ખાસ લેવાદેવા નથી. મારા માટે તો ગલ્લો એટલે ચા અને ત્યાંનું વાતાવરણ.b612_20160923_181114

Continue reading “તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !”

આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !

આમ જોવા જઇયે તો પુખ્ત ઉંમરમાં પ્રવેશવું એ બધા માટે ઘણો જ નવો અનુભવ હોય છે. છતાં મારાં સાડા વીસ વર્ષ થવાં એટલે માનસિક રીતે સંપૂર્ણપણે પુખ્ત તો નહિ પરંતુ આ દુનિયા કેવી રીતે ચાલે એનો આછો પાતળો પરિચય થવા લાગ્યો છે. કદાચ એનું મોટામાં મોટું કારણ તો ઉનાળાનો મદ્રાસનો અનુભવ છે, જે તમે જાણ્યું હશે મારા ગયા લેખમાં. ત્યાંથી આવ્યા બાદ ગુજરાતીને જીવી લેવાના જુવાળને શાંત કરવા 3-4 પુસ્તકો પણ વાંચી નાંખ્યા અને 3-4 બીજા લઇ આવ્યો છું. વસ્તુઓનો,લોકોનો,પરિસ્થિતિઓનો પરિચય તો સારો એવો થવા લાગ્યો છે ! ને કદાચ એટલે જ આટલું બધું લખવા માટે વિચારો મળી રહે છે.

આજના સમયમાં આપણે એટલું તો કહી જ શકીયે કે વધતી જતી ટેક્નોલોજીના કારણે દુનિયા વધુ ને વધુ નજીક આવતી જાય છે. સોશ્યલ મીડિયાના છાનગપતીયામાં પરોવાઈ ગયેલી આજની યુવાપેઢીને ( એમાં હું પણ ! ) ટેક્નોલોજીએ એવા તે બાંધી રાખ્યા છે કે શું કહેવું ! પણ મને ઘણીવાર આ પરિસ્થિતિ મૃગજળના કાવતરાં જેવી લાગવા લાગે છે. નકામાં ગુડ મોર્નિંગ/ગુડ નાઈટનો નકામો દેખાવો કરવો ( એમાંય ઘણા તો ખાલી GM / GN વાળા જ ! ). Continue reading “આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !”

મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ

સમર ઓફ 2016 ના બે મહિના, મદ્રાસ જઈને રહેવાના કારણે થયેલાં અપરંપરાગત અનુભવોથી મારામાં છુપી રહેલો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ હવે બહાર આવે છે. આ અનુભવોમાંથી પ્રેરણા લઈને મારી મીઠી ગુજરાતીમાં લખવાનું અને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવાનું આ પહેલું પગથિયું.

વાત છે આ ગયાં ઉનાળાની જ ! બન્યું કંઈક એવું કે જુલાઈ 2016 થી મારાં ઈજનેરીનાં ભણતરનું છેલ્લું વર્ષ ચાલું થવાનું હતું. તો એ પહેલાનાં ઉનાળાનાં વેકેશનમાં કોઈક સારી  જગ્યાએ ટ્રેઇનિંગ કરવી એ આવશ્યક હતું. ને એમાં ભાગ્ય જુઓ મારું! આઇ.આઇ.ટી. મદ્રાસના સમર રિસર્ચના પ્રોગામમાં મેં અરજી કરી હતી એમાં મારું ચયન થયું. આવી નામચીન કોલેજમાં રીસર્ચ વર્ક કરવાં મળે એટલે ઘણી સારી તક. આ સમાચાર મળ્યાની સાથે જ ખુશીનાં તો પાર નહી. પરીક્ષાઓ સમાપ્ત થઈ ને હું ચેન્નાઈ માટે રવાના થયો. Continue reading “મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ”